સપ્ટેમ્બર 10, 2025 2:06 પી એમ(PM)

printer

અમેરિકામાં ફેડરલ વ્યાજ દરો ઘટાડવાના સંકેત બાદ અમેરિકા અને ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ

વોલ સ્ટ્રીટના ત્રણ મુખ્ય સૂચકાંકોએ મંગળવારે વિક્રમી ઉચ્ચ બંધ નોંધાવ્યા હતા. ફેડરલ રિઝર્વ આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે વ્યાજદરમાં ઘટાડો કરશે તેવી અપેક્ષાઓ વચ્ચે નાસ્ડેક અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ દરેક નવા સર્વોચ્ચ સ્તરે બંધ થયા હતા.
બીજીતરફ અમેરિકાના બજારો સાથેસાથે ભારતીય શેરમાર્કેટમાં તેજીનો માહોલ છે.. ભારતીય શેરબજાર પ્રારંભિક તબક્કે પાંચસો પોઇન્ટ વધ્યુ હતું. જ્યારે નિફ્ટીમાં પણ એકસો પચાસ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો…બપોર બાદ સેન્સેક્સમાં 300 અને નિફ્ટીમાં સો પોઇન્ટના ઉછાળા સાથે શેરમાર્કેટ કારોબાર કરી રહ્યું છે.