ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 14, 2024 2:00 પી એમ(PM)

printer

અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પરના હુમલા અંગે ચિતા વ્યક્ત કરતા પ્રધામમંત્રી નરેન્દ્ર મોદી

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયાના બટલરમાં થયેલા ગોળીબારમાં ઘાયલ થયા છે. તેમના દ્વારા યોજાયેલી એક રેલી દરમિયાન થયેલા ગોળીબારમાં એક બંદૂકધારી અને એક પ્રેક્ષકનું મોત થયું હતું. જ્યારે અન્ય એક દર્શકની હાલત ગંભીર બની છે.
ગોળીબાર બાદ સિક્રેટ સર્વિસ એજન્ટો દ્વારા હુમલાખોરોને ઘેરી લેવામાં આવ્યા હતા. સિક્રેટ સર્વિસે જણાવ્યું હતું કે, ટ્રમ્પ સુરક્ષિત છે અને રક્ષણાત્મક પગલાં હેઠળ છે. આ ગોળીબારની ઘટનાને હત્યાના પ્રયાસ તરીકે તપાસવામાં આવી રહી છે. એક નિવેદનમાં, ટ્રમ્પે ગુપ્ત સેવા અને કાયદા અમલીકરણનો આભાર માન્યો છે. રાષ્ટ્રપતિ જો બાઇડેને આ ઘટનાની આકરી ટીકા કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ આ ઘટનાની સખત ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, રાજકારણ અને લોકશાહીમાં હિંસાને કોઇ સ્થાન નથી. પ્રધાનમંત્રીએ શ્રી ટ્રમ્પને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી અને ભારતના લોકોની પ્રાર્થના મૃતકોના પરિવાર તેમજ ઘાયલ થયેલા લોકો અને અમેરિકાના લોકો સાથે છે. એમ જણાવ્યું હતું.