અમેરિકામાં, ટ્રમ્પ વહીવટીતંત્રે પ્રોજેક્ટ ફાયરવોલ નામની નવી પહેલ હેઠળ H-1B વિઝા કાર્યક્રમના સંભવિત દુરુપયોગ અંગે 175 કિસ્સાઓની તપાસ શરૂ કરી છે.
આ પ્રયાસ વિઝા સિસ્ટમનો કથિત રીતે દુરુપયોગ કરતી કંપનીઓને લક્ષ્ય બનાવે છે, જે યુએસ કંપનીઓને IT, એન્જિનિયરિંગ અને આરોગ્યસંભાળ જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં વિદેશી કામદારોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. આ પગલું રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા સપ્ટેમ્બરમાં નવી H-1B વિઝા અરજીઓ પર એક લાખ ડોલર ફી લાદવાની જાહેરાતને બાદ લેવાયું છે.
આ કાર્યવાહીને કાનૂની પડકારોનો સામનો કરવો પડ્યો છે, જેમાં યુએસ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી મુકદ્દમા અને ભારત-અમેરિકા સંબંધો પર તેની અસર અંગેની ચિંતા વ્યકત કરવામા આવી છે..
Site Admin | નવેમ્બર 8, 2025 1:21 પી એમ(PM)
અમેરિકામાં, ટ્રમ્પ વહીવટીતંત્રે પ્રોજેક્ટ ફાયરવોલ હેઠળ H-1B વિઝા કાર્યક્રમના સંભવિત દુરુપયોગ અંગે 175 કિસ્સાઓની તપાસ શરૂ કરી.