અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશેલા અને ત્યાંની સરકારે ભારત પાછા મોકલેલા સો થી વધુ ભારતીયોને લઇને અમેરિકાનું ખાસ વિમાન આજે રાત્રે પંજાબના અમૃતસર વિમાનમથકે પહોંચશે. અમારા જાલંધરના સંવાદદાતા સત્તાવાર સૂત્રોને તાકીને જણાવે છે કે આજે પાછા સ્વદેશ ફરી રહેલા ભારતીયોમાં પંજાબના 60થી વધુ જ્યારે હરિયાણાના 30થી વધુ નાગરિકો છે. આ ઉપરાંત અન્ય નાગરિકો રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને ગોવાના છે. એવી જ રીતે વધુ ભારતીયોને લઇને ત્રીજું વિમાન આવતીકાલે અમૃતસર આવી પહોંચે તેવી સંભાવના છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંઘ માને અમેરિકા દ્વારા ભારત મોકલવામાં આવી રહેલા ભારતીય વસાહતીઓને અમૃતસર વિમાનમથકે ઉતારવાની બાબતે કરેલી ટિપ્પણીને ભાજપના પ્રવક્તા આર.પી.સિંઘે વખોડી કાઢી છે. તેમણે સોશિયલ મીડીયા ઉપર કહ્યું છે કે અમેરિકાથી ભારત આવનાર વિમાન માટે અમૃતસરનું આંતરરાષ્ટ્રીય વિમાનમથક સૌથી નજીક હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ મુદ્દાને રાજકીય સ્વરૂપ નહીં આપવા તેમણે અપીલ કરી હતી.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 8:00 પી એમ(PM)
અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશેલા અને ત્યાંની સરકારે ભારત પાછા મોકલેલા સો થી વધુ ભારતીયોને લઇને અમેરિકાનું ખાસ વિમાન આજે રાત્રે પંજાબના અમૃતસર વિમાનમથકે પહોંચશે
