અમેરિકામાં, અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ અને બ્લેક હોક હેલિકોપ્ટર વચ્ચે હવામાં થયેલી ટક્કર બાદ વોશિંગ્ટન ડીસીની પોટોમેક નદીમાંથી ઓછામાં ઓછા 30 મૃતદેહો મળી આવ્યા છે. ૬૦ મુસાફરો અને ચાલક દળના ચાર સભ્યોને લઈને પેસેન્જર જેટ રોનાલ્ડ રીગન રાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરાણ કરવા માટે નજીક આવી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. હેલિકોપ્ટરમાં ત્રણ સૈનિકો હતા, જ્યારે વિમાનમાં સામેલ પ્રવાસીઓમાં ફિગર સ્કેટર્સ, તેમના કોચ અને પરિવારજનો પણ હતા. તેઓ વિચિતામાં રાષ્ટ્રીય યુએસ ફિગર સ્કેટિંગ ચેમ્પિયનશિપ બાદ યોજાયેલા ડેવલપમેન્ટ કેમ્પમાંથી પરત ફરી રહ્યા હતા. 300 જેટલાં મરજીવાઓ પોટોમેક નદીનાં થીજેલા પાણીમાં સંભવિત બચી ગયેલા લોકોની શોધ કરી રહ્યા છે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 8:01 પી એમ(PM)
અમેરિકામાં, અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ અને બ્લેક હોક હેલિકોપ્ટર વચ્ચે હવામાં થયેલી ટક્કર બાદ વોશિંગ્ટન ડીસીની પોટોમેક નદીમાંથી ઓછામાં ઓછા 30 મૃતદેહો મળી આવ્યા છે
