ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 24, 2025 2:08 પી એમ(PM) | રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

printer

અમેરિકાની ફેડરલ કોર્ટના ન્યાયાધીશે ગઈ કાલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં એ વહીવટી આદેશ પર કામચલાઉ રોક લગાવી

અમેરિકાની ફેડરલ કોર્ટના ન્યાયાધીશે ગઈ કાલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં એ વહીવટી આદેશ પર કામચલાઉ રોક લગાવી, જેમાં દેશમાં ગેરકાનૂની રીતે અથવા કામચલાઉ વિઝા પર રહેતા લોકોનાં બાળકોને અમેરિકન નાગરિકતાથી વંચિત કરવામાં આવ્યા છે. અમેરિકાના જિલ્લા ન્યાયાધીશ જ્હોન કોહેનરે આ આદેશને પડકારતી અરજીઓ પરની પ્રથમ સુનાવણી દરમિયાન આદેશને સંપૂર્ણ બિનબંધારણીય ગણાવીને તેનાં અમલ પર 14 દિવસ માટે કામચલાઉ રોક લગાવી છે.
અમેરિકન બંધારણનાં 14મા સુધારા પ્રમાણે અમેરિકાની ધરતી પર જન્મ લેનાર બાળકોને નાગરિકતાનો અધિકાર આપવામાં આવ્યો છે. વિદેશીઓ પર નિયંત્રણ મૂકવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં શપથ લીધા બાદ તરત જ ઉપરોક્ત આદેશ જારી કર્યો હતો.