જૂન 22, 2025 1:25 પી એમ(PM)

printer

અમેરિકાના હુમલા બાદ ઇરાને ઇઝરાયેલ પર મિસાઇલોથી વળતો જવાબ આપ્યો.

ત્રણ પરમાણુ મથકો પર અમેરિકાના હવાઈ હુમલાના જવાબમાં ઈરાને આજે વહેલી સવારે ઇઝરાયેલ પર 30થી વધુ બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. ઇઝરાયેલી સંરક્ષણ દળો (IDF)એ, હૈફા સહિત મધ્ય ઇઝરાયેલના ઘણા વિસ્તારોમાં હુમલો થયો હોવાની ઇઝરાયેલે પુષ્ટી કરી હતો.
આ મિસાઈલો મધ્ય ઇઝરાયલમાં અનેક સ્થળોએ ત્રાટકી હતી. નોંધપાત્ર બાબત તોએ છે કે, એક મિસાઇલ દ્વારા કોઈ પણ પૂર્વ ચેતવણી સાયરન વિના હાઇફા પર હુમલો થયો હતો, આ હુમલાને કારણે 16 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.