ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 13, 2025 2:32 પી એમ(PM)

printer

અમેરિકાના લોસ એન્જલસમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત

અમેરિકાના લોસ એન્જલસમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 24 લોકોના મૃત્યુ થયા છે. 40 હજાર એકર વિસ્તારમાં ફેલાયેલી આગમાં 12 હજાર 300થી વધુ ઇમારતો નાશ પામી છે. લોસ એન્જલસના અગ્નિશમન દળના વડાના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે લાગેલી આગ ઇતિહાસની સૌથી વિનાશક
આગમાંની એક છે.
જેના કારણે ૧૦ લાખથી વધુ રહેવાસીઓને અસરગ્રસ્ત વિસ્તાર છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. લોસ એન્જલસ કાઉન્ટીએ ધુમાડાથી થતા ગંભીર આરોગ્ય જોખમોને ટાંકીને આરોગ્ય કટોકટી જાહેર કરી છે. આગને કાબુમાં લેવા માટે અગ્નિશમન દળો સતત પ્રયત્ન કરી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.