ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન બે દિવસીય ભારતની મુલાકાતે આજે નવી દિલ્હી આવશે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન બે દિવસીય ભારતની મુલાકાતે આજે નવી દિલ્હી આવશે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ અવકાશ, સંરક્ષણ અને વ્યૂહાત્મક ટેક્નોલોજી સહકાર સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેમની મુલાકાત દરમિયાન શ્રી સુલિવાન, વિદેશ મંત્રી એસ જયશંકર અને અન્ય ભારતીય નેતાઓને પણ મળશે. તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી (IIT)ની પણ મુલાકાત લેશે.