અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામ માટે હાકલ કરી છે અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને શાંતિ સ્થાપિત કરવા અથવા અમેરિકાનું સમર્થન ગુમાવવાની ચેતવણી આપી છે. યુક્રેન-રશિયા યુદ્ધવિરામના માર્ગ પર બંને નેતાઓ વચ્ચે ઉગ્ર ચર્ચા બાદ આ નિવેદન આવ્યું છે.
ગઈકાલે રાત્રે વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ખાતે એક બેઠક દરમિયાન અમેરિકા અને યુક્રેન વચ્ચે દુર્લભ ખનિજો અને સુરક્ષા ગેરંટી અંગેના કરાર પર હસ્તાક્ષરની વાટાઘાટો પડી ભાંગી હતી.
બાદમાં પત્રકારો સાથે વાત કરતા, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેઓ માને છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શાંતિ કરાર માટે તૈયાર છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી શાંતિ ઇચ્છતા નથી.
અગાઉ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પર લાખો લોકોના જીવ જોખમમાં મૂકવાનો આરોપ મૂક્યો હતો અને ચેતવણી આપી હતી કે તેમનું પગલુ ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ દોરી શકે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું કે યુદ્ધના ઉકેલ માટે વાતચીતમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ. તેમણે કહ્યું કે યુક્રેન રશિયા સાથે શાંતિ મંત્રણામાં ભાગ લેશે નહીં જ્યાં સુધી તેને ભવિષ્યમાં હુમલો ન કરવાની ગેરંટી ન મળે. દરમિયાન અમેરિકા અને યુક્રેન વચ્ચે વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ યુરોપિયન નેતાઓએ યુક્રેનને સમર્થન આપ્યું છે. જર્મની, સ્વીડન, નોર્વે, લાતવિયા, ચેક રિપબ્લિક, લિથુઆનિયા, ફ્રાન્સ, સ્પેન, યુક્રેન અને પોલેન્ડના વડાઓને ઝેલેન્સકીને ટેકો આપ્યો છે.
Site Admin | માર્ચ 1, 2025 1:49 પી એમ(PM)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા – યુક્રેન વચ્ચે તાત્કાલિક યુદ્ધ વિરામ માટે હાકલ કરી
