અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા નવા વેરા લાદવાની જાહેરાત કરી છે. નવા વેરા આજે જાહેર કરવામાં આવશે. ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે તેઓ આવતીકાલ અથવા બુધવારે પારસ્પરિક વેરાની પણ જાહેરાત કરશે, જે લગભગ તરત જ અમલમાં આવશે.ગત 1 ફેબ્રુઆરીએ શ્રી ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી થતી આયાત પર 25 ટકા
વધારાના વેરા લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા જેનો વ્યાપક વિરોધ થયો હતો. જો કે, વાટાઘાટો માટે પરવાનગી આપવા માટે તેમણે મેક્સિકો અને કેનેડા પરના વેરાને એક મહિના માટે સ્થગિત કર્યા હતા.
Site Admin | ફેબ્રુવારી 10, 2025 2:22 પી એમ(PM)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા નવા વેરા લાદવાની જાહેરાત કરી છે
