અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડને પોતાના પુત્ર હન્ટર બાઈડેનને સત્તાવાર રીતે માફ કર્યા છે. હન્ટર બાઈડનને કરચોરી, ગેરકાયદે હથિયાર રાખવા અને બંદૂક સંબંધિત કેસમાં ખોટી રજૂઆતોના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડને એક સત્તાવાર નિવેદનમાં પોતાના નિર્ણયનો બચાવ કરતાં હન્ટર બાઈડન પર લગાવાયેલા આરોપોને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા. તેમજ એક પિતા અને રાષ્ટ્રપ્રમુખ તરીકે પોતાની ભૂમિકા પર ભાર મુક્યો હતો.
રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડનનો આ નિર્ણય હન્ટર બાઈડનને દોષી ઠેરવતા સજા સંભળાવ્યાના એક સપ્તાહ પેહલા આવ્યો છે. રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીત્યા બાદ ડૉનાલ્ડ ટ્રમ્પને વ્હાઈટહાઉસમાં આવવાને 2 મહિનાથી પણ ઓછો સમય બાકી છે. એવા સમયે શ્રી બાઈડને આ નિર્ણય લીધો છે. આ તરફ શ્રી ટ્રમ્પે હન્ટર બાઈડનને ક્ષમાદાન આપવાની ટીકા કરી છે. તેમણે આ નિર્ણયને ન્યાયની હત્યા ગણાવતા સવાલ પણ કર્યો હતો.
Site Admin | ડિસેમ્બર 2, 2024 2:42 પી એમ(PM)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડને પોતાના પુત્ર હન્ટર બાઈડેનને સત્તાવાર રીતે માફ કર્યા છે
