જાન્યુઆરી 19, 2026 8:16 એ એમ (AM)

printer

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાઝામાં કાયમી શાંતિ લાવવા કાર્યરત “બોર્ડ ઓફ પીસ”માં જોડાવવા આમંત્રણ આપ્યું

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાઝામાં કાયમી શાંતિ લાવવા કાર્યરત “બોર્ડ ઓફ પીસ”નો ભાગ બનવા આમંત્રણ આપ્યું છે.આ સંદર્ભમાં શ્રી ટ્રમ્પે પ્રધાનમંત્રીને એક પત્ર મોકલ્યો છે. પોતાના પત્રમાં, શ્રી ટ્રમ્પે કહ્યું કે, મધ્ય પૂર્વમાં શાંતિને મજબૂત બનાવવા અને વૈશ્વિક સંઘર્ષના ઉકેલ માટે એક નવો સાહસિક અભિગમ અપનાવવા માટે શ્રી મોદીને આમંત્રણ સન્માનની વાત છે.પત્રમાં શ્રી ટ્રમ્પે ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવા માટે વ્યાપક યોજના અંગે પણ વાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરારના બીજા તબક્કાના ભાગ રૂપે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે આ બોર્ડ કાર્યરત કર્યું છે.