અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને જો નવો વેપાર કરાર નહીં થાય તો આગામી પહેલી તારીખથી 155 ટકા સુધીનો ટેરિફ લાદવાની કડક ચેતવણી આપી છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથેની મુલાકાત દરમિયાન વ્હાઇટ હાઉસમાં બોલતા, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ચીન પહેલાથી જ અમેરિકાને થતી નિકાસ પર 55 ટકા ટેરિફ ચૂકવી રહ્યું છે, અને જો કોઈ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં ન આવે તો આ દરમાં તીવ્ર વધારો થઈ શકે છે.શ્રી ટ્રમ્પે જણાવ્યું કે વેપાર ક્ષેત્રે તણાવ ચાલુ હોવા છતાં, ચીન અમેરિકાનું સન્માન કરે છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ પુષ્ટિ આપી છે કે તેઓ દક્ષિણ કોરિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે. તેમણે વાજબી અને પરસ્પર લાભદાયી પરિણામની આશા વ્યક્ત કરી છે.
Site Admin | ઓક્ટોબર 21, 2025 9:40 એ એમ (AM)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ચીનને જો નવો વેપાર કરાર નહીં થાય તો આગામી પહેલી તારીખથી 155 ટકા સુધીનો ટેરિફ લાદવાની કડક ચેતવણી
