ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 14, 2025 7:39 એ એમ (AM)

printer

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની પ્રશંસા કરી – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને “ખૂબ જ સારા મિત્ર” ગણાવ્યા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની પ્રશંસા કરી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને “ખૂબ જ સારા મિત્ર” ગણાવ્યા છે. ગઈકાલે, ઇજિપ્તમાં શર્મ અલ-શેખ સમિટમાં, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભારતને એક મહાન દેશ ગણાવ્યો હતો અને કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ ત્યાં ખૂબ જ સારું કામ કર્યું છે.રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો માટે આશા વ્યક્ત કરતા કહ્યું કે, બંને દેશો સાથે સારી રીતે રહેશે. ગાઝામાં ઇઝરાયલ-હમાસ યુદ્ધનો અંત લાવવા માટે ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ તેમણે આ ટિપ્પણી કરી હતી. ઐતિહાસિક ગાઝા શાંતિ યોજનાની સફળતા બદલ પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યાના થોડા દિવસો પછી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું આ નિવેદન આવ્યું છે.