પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી. શ્રી ટ્રમ્પે શ્રી મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની જેમ, તેઓ પણ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી મોદીએ કહ્યું કે ભારત યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે શ્રી ટ્રમ્પની પહેલને સમર્થન આપે છે.
સોશિયલ મીડિયા પર એક સંદેશમાં, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદી સાથેની તેમની વાતચીતને ઉત્તમ ગણાવી. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ કરવા બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો.
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 9:01 એ એમ (AM)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
