અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાની વાહનો અને અન્ય ચીજવસ્તુઓ પર ટેરિફ ઘટાડવા એક વિશેષ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ટોક્યો સાથે થયેલા વેપાર કરારને અમલમાં મૂકતા, નવા આદેશમાં જાપાની વાહનો પર ટેરિફ 27.5 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો છે. અન્ય ઘણા ઉત્પાદનો પર આ જ દર લાગુ કરવામાં આવશે.
જાપાનના દૂત અકાઝાવાની અમેરિકા મુલાકાત બાદ આ ફેરફારો થયા છે. જાપાન પર લાદવામાં આવેલી નવી 15 ટકાની મર્યાદા 7 ઓગસ્ટથી શિપમેન્ટ પર પાછલી અસરથી લાગુ થશે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2025 2:12 પી એમ(PM)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાનનાં વાહનો અને અન્ય ચીજવસ્તુઓ પર ટેરિફ ઘટાડવા એક વિશેષ કરાર પર હસ્તાક્ષર કર્યા.
