અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આઠ દેશો-બ્રાઝિલ, શ્રીલંકા, અલ્જીરિયા, ઇરાક, લિબિયા, ફિલિપાઇન્સ, મોલ્ડોવા અને બ્રુનેઈની આયાત પર નવી ટેરિફની જાહેરાત કરી છે. આ ટેરિફ 1 ઓગસ્ટથી લાગુ થશે.બ્રાઝિલ પર સૌથી વધુ 50 ટકા ટેરિફ લાદવામાં આવી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આ દેશોના નેતાઓને મોકલવામાં આવેલા પત્રોમાં જણાવ્યા મુજબ, અમેરિકા શ્રીલંકા, ઇરાક, અલ્જીરિયા અને લિબિયાથી આયાત થતી ચીજવસ્તુઓ પર 30 ટકા ટેરિફ, મોલ્ડોવા અને બ્રુનેઇ પર 25, જ્યારે ફિલિપાઈન્સને 20 ટકા ટેરિફનો સામનો કરવો પડશે.
Site Admin | જુલાઇ 10, 2025 8:43 એ એમ (AM)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આઠ દેશો પર નવી ટેરિફની જાહેરાત કરી