અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અમલમાં છે. તેમણે કહ્યું કે ઇઝરાયલ ઈરાન પર હુમલો કરશે નહીં અને તેના બધા વિમાનો ઘરે પરત ફરશે. તેમણે ઈરાન પ્રત્યે મૈત્રીપૂર્ણ વલણ વધારવાની વાત કરી. શ્રી ટ્રમ્પે એમ પણ કહ્યું કે યુદ્ધવિરામ અમલમાં આવવાથી કોઈને નુકસાન થશે નહીં. અગાઉ તેમણે કહ્યું હતું કે ઇઝરાયલ અને ઈરાન બંનેએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. ઇઝરાયલી મીડિયાએ અહેવાલ આપ્યો કે ઇઝરાયલી સંરક્ષણ મંત્રી કેત્ઝ એ ઇરાન પર અમેરિકા અને કતાર દ્વારા મધ્યસ્થી કરાયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યા બાદ રાજધાની તેહરાન પર ઝડપી હુમલો કરવાનો આદેશ આપ્યો છે. દરમિયાન, રાજ્ય મીડિયા દ્વારા પ્રસારિત કરાયેલા એક ટૂંકા નિવેદનમાં, ઇરાનના સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફે ઇઝરાયલના દાવાને નકારી કાઢ્યો કે તેણે છેલ્લા કેટલાક કલાકોમાં ઇઝરાયલ પર મિસાઇલો છોડી હતી.સંબંધિત ઘટનાક્રમમાં, ઇરાનના નાયબ વિદેશ મંત્રી પ્રદેશમાં તણાવ ઓછો કરવામાં મદદ કરવા બદલ કતારનો આભાર માન્યો.
Site Admin | જૂન 24, 2025 7:37 પી એમ(PM)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અમલમાં