અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અમેરિકા પર હુમલો કરવા સામે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો ઇરાન અમેરિકા પર હુમલો કરવાનો પ્રયાસ કરશે તો અમેરિકી સશસ્ત્ર દળોની સંપૂર્ણ તાકાત અને શક્તિ ઈરાન પર એવા સ્તરે આવી જશે જે પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતું.
એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ઈરાન પર ઇઝરાયેલી હુમલામાં અમેરિકાની કોઈ સંડોવણી નથી અને તેથી અમેરિકા પર કોઈ પણ ઈરાની હુમલાનું પરિણામ ભોગવવું પડશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેઓ સરળતાથી ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમજૂતીને અંતિમ સ્વરૂપ આપી શકે છે.
Site Admin | જૂન 15, 2025 3:57 પી એમ(PM)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અમેરિકા પર હુમલો કરવા સામે ચેતવણી આપી
