ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 19, 2025 9:42 એ એમ (AM)

printer

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી સાથે વાટાઘાટ કરશે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે રશિયા-યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન, યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી અને નાટો દેશોના નેતાઓ સાથે વાટાઘાટ કરશે.એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ટ્રમ્પે જણાવ્યું કે, આ વાટાઘાટ “રક્તપાત”ને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે દર સપ્તાહે પાંચ હજારથી વધુ રશિયન અને યુક્રેનિયન સૈનિકોનો ભોગ લઈ રહી છે.ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પુષ્ટિ કરી કે, રાષ્ટ્રપ્રમુખ પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે ટેલિફોન પર વાતચીતની તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ગઈકાલે રોમમાં અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ અને યુરોપિયન નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ