અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ચૂંટણી પ્રક્રિયામાં વ્યાપક ફેરફારો કરવા માટે એક વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. મતદાર નોંધણી માટે નાગરિકતાના દસ્તાવેજી પુરાવા અને ચૂંટણીના દિવસ સુધીમાં તમામ મતપત્રો પ્રાપ્ત થાય, તે સુનિશ્ચિત કરવાની જરૂર પર આ આદેશમાં ભાર મૂકાયો છે.
આદેશમાં જણાવવામાં આવ્યું કે, યુ. એસ. મૂળભૂત અને જરૂરી ચૂંટણી સુરક્ષાને લાગુ કરવામાં નિષ્ફળ ગયું છે અને રાજ્યોને મતદાર યાદીઓ વહેંચવા અને ચૂંટણી સંબંધિત ગુનાઓ સામે કાર્યવાહી કરવા માટે સંઘીય એજન્સીઓ સાથે સહયોગ કરવા વિનંતી કરી હતી. આદેશમાં એવી પણ ચેતવણી આપી હતી કે, જે રાજ્યોમાં ચૂંટણી અધિકારીઓ તેનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે તેમને સંઘીય ભંડોળમાં કાપનો સામનો કરવો પડી શકે છે.
રિપબ્લિકન સાંસદોએ આ આદેશને ટેકો આપ્યો છે અને ચૂંટણીની અખંડિતતામાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
Site Admin | માર્ચ 26, 2025 2:17 પી એમ(PM)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ચૂંટણી પ્રક્રિયામાં વ્યાપક ફેરફારો કરવા માટે એક વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા