ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 5, 2025 9:50 એ એમ (AM)

printer

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ત્રણ સૌથી મોટા વેપારી ભાગીદારો સામે વેપાર યુદ્ધ શરૂ કર્યું છે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ત્રણ સૌથી મોટા વેપારી ભાગીદારો સામે વેપાર યુદ્ધ શરૂ કર્યું છે. અમેરિકા દ્વારા કરાયેલા ટેરિફના અમલ બાદ મેક્સિકો, કેનેડા અને ચીન તરફથી તાત્કાલિક જવાબી કાર્યવાહી કરવામાં આવી. ગઈ મધ્યરાત્રિ પછી, ટ્રમ્પે મેક્સીકન અને કેનેડિયન આયાત પર 25 ટકાનો કર લાદ્યો, જોકે, તેમણે કેનેડિયન ઊર્જા પર આ કર 10 ટકા સુધી મર્યાદિત કરી દીધા. ટ્રમ્પે ગયા મહિને ચીનના ઉત્પાદનો પર લાદવામાં આવેલ ટેરિફ બમણો કરીને 20 ટકા કર્યો.કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ એક પત્રકાર પરિષદમાં બોલતા ટેરિફ માટે યુએસના સમર્થનને નકારી કાઢ્યું. તેમણે કહ્યું, કેનેડા 21 દિવસ દરમિયાન 100 અબજ ડોલરથી વધુના અમેરિકન માલ પર ટેરિફ લાદશે. બાદમાં, યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું કે, ટેરિફ યથાવત રહેશે, પરંતુ શ્રી ટ્રમ્પ સમાધાન કરશે.મેક્સીકન રાષ્ટ્રપ્રમુખ ક્લાઉડિયા શેનબૌમે કહ્યું, મેક્સિકો નવા કરનો જવાબ પોતાના જ ટેરિફ સાથે આપશે. ચીને પણ જવાબી કાર્યવાહી કરીને અમેરિકાથી થતી ચોક્કસ કૃષિ આયાત પર 10 ટકાથી 15 ટકા ટેરિફ લાદ્યો હતો. ટ્રમ્પની જાહેરાત બાદ અમેરિકન શેર બજાર ગગડ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ