ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 24, 2025 8:42 એ એમ (AM)

printer

અમેરિકાના રાષ્ટ્રપતિ યુક્રેનના સમર્થનમાં– રશિયાને કાગળનો વાઘ ગણાવ્યો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે યુક્રેન નાટો અને અમેરિકન લશ્કરી સમર્થનથી રશિયા પાસેથી તેનો બધો પ્રદેશ પાછો મેળવી શકે છે.રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પર કહ્યું કે કિવ હવે એટલો સક્ષમ છે કે યુક્રેન પોતાનો પ્રદેશ પાછા જીતી શકે છે. ટ્રમ્પના વલણમાં ફેરફાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથેની દ્વિપક્ષીય બેઠક પછી આવ્યો છે, જેમણે તેને એક મોટા પરિવર્તન તરીકે આવકાર્યું.આ નિવેદનથી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એકઠા થયેલા ઘણા યુરોપિયન નેતાઓ અને રાજદ્વારીઓ તેના અર્થ અંગે મૂંઝવણમાં મુકાયા હતા.રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, તેમના મંતવ્યો બદલાયા છે કારણ કે તેઓ લશ્કરી અને આર્થિક પરિસ્થિતિને સંપૂર્ણપણે સમજવા લાગ્યા હતા, અને તેમણે રશિયાને વિશાળ આર્થિક સમસ્યાઓ ધરાવતો કાગળનો વાઘ ગણાવ્યો. તેમણે યુદ્ધના મેદાનમાં તેના નાના પાડોશીને હરાવવામાં અસમર્થતા બદલ રશિયાની પણ ટીકા કરી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.