ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 3, 2025 3:16 પી એમ(PM)

printer

અમેરિકાના રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા, મેક્સિકો અને ચીનની આયાત પર આકરી ટેરિફ લાદવાના જવાબમાં કેનેડા અને મેક્સિકોએ અમેરિકાથી ચીજોની આયાત પર વળતી ટેરિફ લાદી છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા, મેક્સિકો અને ચીનની આયાત પર આકરી ટેરિફ લાદવાના જવાબમાં કેનેડા અને મેક્સિકોએ અમેરિકાથી
ચીજોની આયાત પર વળતી ટેરિફ લાદી છે.

કેનેડા પ્રથમ તબક્કામાં આવતી કાલથી 30 અબજ ડોલરની અમેરિકન આયાત પર 25 ટકા ટેરિફ લાદશે. જાહેર જનતા સાથે પરામર્શ બાદ ટૂંક સમયમાં બીજી યાદી જાહેર કરવામાં આવશે. કેનેડા અમેરિકાથી આયાત થતા પેસેન્જર વાહનો,ટ્રક, સ્ટીલ અને એલ્યુમિનયમ પ્રોડક્ટ્સ, કેટલાંક ફળો અને શાકભાજી, ગાય અને ડુક્કરનું માસ તથા અને ડેરી પ્રોડક્ટ્સ પર ટેરિફ લાદશે.

મેક્સિકોએ જાહેરાત કરી છે કે તે પણ અમેરિકાએ લાદેલી ટેરિફનો વળતો જવાબ આપશે.જો કે તેણે ટેરિફનો દર અને પ્રોડક્ટ્સની માહિતી નથી આપી.અમેરિકાનાં 36 રાજ્યો માટે કેનેડા સૌથી મોટું નિકાસબજાર છે, જ્યારે મેક્સિકો અમેરિકાનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. ટ્રમ્પે ટેરિફનાં વટહૂકમ પર હસ્તાક્ષર કર્યા બાદ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો અને મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે
શનિવારે ફોન પર વાત કરી હતી.

કેનેડામાં ઓન્ટારિયો, બ્રિટિશ કોલંબિયા અને નોવા સ્કોટિયા જેવા રાજ્યોએ સરકારી સ્ટોરમાંથી અમેરિકન શરાબની બ્રાન્ડ્સ દૂર કરી દીધી છે.