અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનમાં પ્રસ્તાવિત યુદ્ધવિરામ અંગે રશિયાના રાષ્ટ્રપતિ સાથેનીતેમની ચર્ચાને ઉપયોગી ગણાવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્ધનો અંત આવશે તેવી પ્રબળ સંભાવના હોવાની આશા વ્યક્ત કરી હતી.અગાઉ, મોસ્કોમાં અમેરિકાના એમ્બેસેડરની રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથેની બેઠક બાદ રશિયાએ શાંતિ પ્રક્રિયા અંગે સકારાત્મક સંકેતો આપ્યા હતા. જો કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુદ્ધ ચાલુ રાખવા માટે વાટાઘાટોમાંથી ખસી જવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું કહ્યું હતું. જ્યારે બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે રશિયન રાષ્ટ્રપતિને યુદ્ધવિરામ પ્રસ્તાવોનો લાભ લેવાની મંજૂરી આપી શકાય નહીં તેમ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે યુક્રેને અમેરિકા દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામ કરાર સ્વીકાર્યો હતો, પરંતુ રશિયા હજુ સુધી તે અંગે સંમત થયું નથી.
Site Admin | માર્ચ 15, 2025 1:09 પી એમ(PM)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનમાં પ્રસ્તાવિત યુદ્ધવિરામ અંગે રશિયાના રાષ્ટ્રપતિ સાથેનીતેમની ચર્ચાને ઉપયોગી ગણાવી
