અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અંગ્રેજીને રાષ્ટ્રની સત્તાવાર ભાષા જાહેર કરતા કાર્યકારી હૂકમ પર હસ્તાક્ષર કર્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અંગ્રેજીને રાષ્ટ્રની સત્તાવાર ભાષા જાહેર કરતા કાર્યકારી હૂકમ પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના આદેશને રદ કરે છે, જેમાં ફેડરલ એજન્સીઓ અને ફેડરલ ભંડોળ પ્રાપ્તકર્તાઓને બિન-અંગ્રેજી બોલનારાઓને સહાય પૂરી પાડવાની જોગવાઈ હતી.
નવા કાર્યકારી આદેશમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે, અમેરિકાની સ્થાપના થઈ ત્યારથી અંગ્રેજી રાષ્ટ્ર ભાષા તરીકે ઉપયોગમાં લેવાઈ રહી છે. સ્વતંત્રતાની જાહેરાત અને બંધારણ જેવાં મહત્વનાં ઐતિહાસિક દસ્તાવેજો પણ અંગ્રેજીમાં લખવામાં આવ્યા છે. હૂકમમાં વધુમાં જણાવાયું છે કે, અંગ્રેજીને સત્તાવાર ભાષા તરીકે નિર્દિષ્ટ કરવાથી એકતાને પ્રોત્સાહન મળશે, સંદેશાવ્યવહાર વધશે અને વધુ સંગઠિત સમાજનું નિર્માણ થશે.