જાન્યુઆરી 17, 2026 9:42 એ એમ (AM)

printer

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા સંઘર્ષનો અંત લાવવા માટે 20-મુદ્દાની શાંતિ યોજનાને આગળ વધારી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે વેનેઝુએલાની વચગાળાની સરકારે અમેરિકાને 520 મિલિયન ડોલરનું 50 મિલિયન બેરલ તેલ આપવાની ઓફર કરી છે. મીડિયાને સંબોધતા શ્રી ટ્રમ્પે અમેરિકન સૈન્ય દ્વારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાના વચગાળાના નેતાઓ સાથે સ્થાપિત સારા સંબંધોની પ્રશંસા કરી. તેઓ વેનેઝુએલાના ક્ષતિગ્રસ્ત તેલ માળખાના સમારકામમાં યુએસ તેલ કંપનીઓનું રોકાણ કરવાની પણ યોજના ધરાવે છે. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા સંઘર્ષનો અંત લાવવા માટે તેમની 20-મુદ્દાની શાંતિ યોજનાને આગળ વધારી છે. આ અંતર્ગત બીજા તબક્કાનું નેતૃત્વ કરવા માટે નવા રચાયેલા શાંતિ બોર્ડના સભ્યોની જાહેરાત કરી છે. આ બોર્ડ ગાઝામાં શાસન, પ્રાદેશિક સહયોગ, પુનર્નિર્માણ, રોકાણ, ધિરાણ અને લાંબા ગાળાની સ્થિરતા સંબંધિત પ્રયાસોનું નિરીક્ષણ કરશે. મુખ્ય સભ્યોમાં અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો, ભૂતપૂર્વ બ્રિટિશ પ્રધાનમંત્રી ટોની બ્લેર, ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ, વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા, ટ્રમ્પના નજીકના વિશ્વાસુ જેરેડ કુશનર અને ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર રોબર્ટ ગેબ્રિયલનો સમાવેશ થાય છે.