અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક મહાન વ્યક્તિ અને ભારતને એક અદ્ભુત દેશ ગણાવ્યા છે. શ્રી ટ્રમ્પે કહ્યું કે, તેઓ મલેશિયામાં આગામી આસિયાન સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માંગે છે.
વ્હાઇટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ દરમિયાન, શ્રી ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના ભારત સાથે ખૂબ સારા સંબંધો છે અને તે એક અદ્ભુત દેશ છે. શ્રી ટ્રમ્પના આ નિવેદનો એવા સમયે આવ્યુ છે જ્યારે ભારતની વેપાર વાટાઘાટ ટીમ યુએસ અધિકારીઓ સાથે આગામી રાઉન્ડની વાટાઘાટો માટે વોશિંગ્ટનમાં છે.
Site Admin | ઓક્ટોબર 16, 2025 2:21 પી એમ(PM)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક મહાન વ્યક્તિ અને ભારતને એક અદ્ભુત દેશ ગણાવ્યા
