જુલાઇ 30, 2025 7:46 પી એમ(PM)

printer

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓગસ્ટથી ભારતીય આયાત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા 1 ઓગસ્ટથી ભારતીય આયાત પર દંડ સાથે 25 ટકા ટેરિફ લાદશે.તેમણે દાવો કર્યો હતો કે ભારતની ટેરિફ વિશ્વમાં સૌથી વધુ છે અને અન્ય કોઈ પણ દેશની તુલનામાં દેશમાં “સૌથી સખત અને અપ્રિય બિન-નાણાકીય વેપાર અવરોધો” પણ છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે અમેરિકા ભારત સાથે ભારે વેપાર ખાધ ધરાવે છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિએ ખાસ કરીને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારત દ્વારા રશિયન શસ્ત્રો અને ઊર્જાની સતત ખરીદીની પણ ટીકા કરી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.