ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 16, 2025 7:31 પી એમ(PM)

printer

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડોનેશિયાનાં માલ પર ટેરિફ ઘટાડીને 19 ટકા કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડોનેશિયા સાથે નવા વેપાર કરારની જાહેરાત કરી હતી, જેમાં અમેરિકન કંપનીઓને ઇન્ડોનેશિયામાં સંપૂર્ણ પ્રવેશના બદલામાં ઇન્ડોનેશિયન માલ પર સૂચિત ટેરિફ ઘટાડીને 19 ટકા કરવામાં આવી હતી.
તેના બદલામાં ઇન્ડોનેશિય અમેરિકા પાસેથી ઊર્જા શ્રેત્રમાં 15 અબજ ડોલર, કૃષિ ક્ષેત્રે 4.5 અબજ ડોલરની અને 50 બોઇંગ જેટની ખરીદશે. આ સોદાની શરતોની ઇન્ડોનેશિયા દ્વારા તાત્કાલિક પુષ્ટિ કરવામાં આવી ન હતી. જો કે, રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆન્ટોએ તેને પરસ્પર લાભનો નવો યુગ ગણાવ્યો હતો.
દરમિયાન, અમેરિકાએ બિનવાજબી ભાવને ટાંકીને મેક્સિકન ટામેટાં પર 17 ટકા ટેરિફ લાદી હતી. જોકે, મેક્સિકોએ આ દાવાને નકારીને ખાદ્ય પદાર્થોનાં ભાવ વધવાની ચેતવણી આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.