અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓગસ્ટથી મેક્સિકો અને યુરોપિયન યુનિયનમાંથી થતી આયાત પર 30 ટકા ટેરિફ લાદી છે. ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરેલાં અલગ પત્રોમાં આ ટેરિફની જાહેરાત કરાઈ છે.
યુરોપિયન યુનિયનને લખેલા પત્રમાં શ્રી ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાની વેપાર ખાધ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. મુખ્ય વેપારી સાથીઓ સાથેની વાટાઘાટો વધુ વ્યાપક વેપાર સોદો કરવામાં નિષ્ફળતાનાં એક સપ્તાહ પછી આ જાહેરાત કરવામાં આવી હતી. અમેરિકાના સૌથી મોટા વેપારી ભાગીદાર, 27 સભ્યોનાં યુરોપિયન યુનિયને આ સપ્તાહનાં પ્રારંભમાં કહ્યું હતું કે તે 1 ઓગસ્ટ પહેલાં વોશિંગ્ટન સાથે સોદો થવાની આશા રાખે છે.
યુરોપિયન યુનિયનનાં નેતાઓએ અમેરિકાનાં આ નિર્ણયની ટીકા કરી છે. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ જણાવ્યું કે, ટેરિફ એ કરવેરાનું કામ કરે છે જેનાંથી ફુગાવો વધે છે અને વિકાસ અવરોધાય છે.
Site Admin | જુલાઇ 13, 2025 1:52 પી એમ(PM)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી ઓગસ્ટથી મેક્સિકો અને યુરોપિયન યુનિયનમાંથી થતી આયાત પર 30 ટકા ટેરિફ લાદી.
