અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં શાસન પરિવર્તનની શક્યતાનો સંકેત આપ્યો હતો. તેમણે વર્તમાન નેતૃત્વ સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે જો વર્તમાન ઈરાની શાસન ઈરાનને ફરીથી મહાન બનાવવામાં અસમર્થ છે, તો શા માટે શાસન પરિવર્તન ન થવું જોઈએ?
એક અલગ પોસ્ટમાં, તેમણે અમેરિકન સૈન્યના પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે ઈરાનમાં પરમાણુ સ્થળોને થયેલ નુકસાન અકલ્પનિય છે.
Site Admin | જૂન 23, 2025 8:18 એ એમ (AM)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાનમાં શાસન પરિવર્તનની શક્યતાનો સંકેત