અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બે કલાક ફોન પર વાત કર્યા બાદ જાહેરાત કરી છે કે રશિયા અને યુક્રેન યુધ્ધવિરામ અને યુધ્ધના સંભવિત અંત માટે સીધી મંત્રણા શરૂ કરશે.રાષ્ટ્રપતિ પુતિને પુષ્ટિ કરી કે મોસ્કો યુક્રેન સાથે સંભવિત શાંતિ કરાર પર કામ કરવા તૈયાર છે. રશિયન રાષ્ટ્રપતિએ વર્તમાન સંઘર્ષ વચ્ચે “શાંતિ” માટે સૌથી અસરકારક માર્ગો ઓળખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.એક નિવેદનમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ જણાવ્યું કે તેઓ તુર્કી, સ્વિટ્ઝર્લૅન્ડ અથવા વેટિકનમાં રશિયા સાથે શાંતિ વાટાઘાટો કરવા તૈયાર છે. તેમણે સંપૂર્ણ અને બિનશરતી યુદ્ધવિરામની હાકલ કરી અને ભાર મૂક્યો કે યુક્રેન વાસ્તવિક નિર્ણયો લેવા માટે તૈયાર છે.
Site Admin | મે 20, 2025 9:20 એ એમ (AM)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, રશિયા અને યુક્રેન યુધ્ધવિરામ અને યુધ્ધના સંભવિત અંત માટે સીધી મંત્રણા શરૂ કરશે
