મે 15, 2025 9:42 એ એમ (AM)

printer

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે વાતચીત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે સાંજે કતારની રાજધાની દોહામાં કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે વાતચીત કરી હતી. પશ્ચિમ એશિયાની ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં સાઉદી અરેબિયાની મુલાકાત પૂર્ણ કર્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગઇકાલે દોહા પહોંચ્યા હતા. 20 વર્ષથી વધુ સમયમાં કોઈ અમેરિકન રાષ્ટ્રપતિની કતારની આ પહેલી મુલાકાત છે.અગાઉ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં અમેરિકા અને અખાતી સહકાર પરિષદના સભ્યોના સંમેલનમાં હાજરી આપી હતી. સંમેલનમાં, શ્રી ટ્રમ્પે આ ક્ષેત્રમાં અમેરિકાની વ્યૂહાત્મક પ્રતિબદ્ધતા અને ભાગીદારીને ફરીથી સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત શ્રી ટ્રમ્પે સીરિયાના વચગાળાના રાષ્ટ્રપતિ અને ભૂતપૂર્વ ઇસ્લામિક બળવાખોર નેતા અહેમદ અલ-શારાને પણ મળ્યા હતા. આ બેઠક અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા સીરિયા પર પ્રતિબંધો હટાવવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ થઈ હતી. શ્રી ટ્રમ્પે સીરિયન નેતાને ઇઝરાયલ સાથે પશ્ચિમ એશિયાઈ દેશોના સંબંધોને સામાન્ય બનાવવા માટે અમેરિકાની આગેવાની હેઠળની પહેલ – અબ્રાહમ કરારમાં જોડાવા વિનંતી કરી. તેમણે કહ્યું કે અમેરિકા ભવિષ્યમાં આ કરારમાં અન્ય દેશોને પણ ઉમેરશે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બેઠકમાં હાજર હતા. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન વર્ચ્યુઅલી તેમાં જોડાયા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત દરમ્યાન સાઉદી અરેબિયાની અમેરિકામાં 600 અબજ ડોલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે બંને દેશોએ 142 અબજ ડોલરના સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.