અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક શ્રીરામ કૃષ્ણનને AI ક્ષેત્રમાં વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. શ્રી કૃષ્ણન ડેવિડ સેક્સર સાથે નજીકથી કામકરશે, જેમને વ્હાઇટ હાઉસના AI અને ક્રિપ્ટોકરન્સીનું નેતૃત્વકરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડેવિડ સૅક્સ ટ્રમ્પ વહીવટીતંત્ર દરમિયાન AI નીતિપર કામ કરશે.આ જાહેરાત બાદ કૃષ્ણનને સોશિયલ મીડિયા પર શ્રી ટ્રમ્પનો આભારવ્યક્ત કર્યો હતો. કૃષ્ણનની નિમણૂકની ભારતીય-અમેરિકન સમુદાય દ્વારા વ્યાપકપણે પ્રશંસાકરવામાં આવી છે. કૃષ્ણનનો જન્મ ચેન્નાઈમાં થયો હતો. સ્નાતક પૂરું કર્યા પછી તેઓઅમેરિકા ગયા. તેણે વિન્ડોઝ એઝ્યુરના સ્થાપક સભ્ય તરીકે માઇક્રોસોફ્ટમાં તેમની કારકિર્દીનીશરૂઆત કરી. તેઓ પોડકાસ્ટર અને લેખક પણ છે.
Site Admin | ડિસેમ્બર 23, 2024 6:55 પી એમ(PM)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક શ્રીરામ કૃષ્ણનને AI ક્ષેત્રમાં વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે
