ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડને ઈરાનના તમામ જોખમો સામે ઈઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડને ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોન પર વાત કરતા ઇઝરાયેલ વિરુદ્ધ ઇરાનના જોખમનો સામનો કરવા અમેરિકી સૈન્ય મોકલવા મુદ્દે ચર્ચા કરી હતી. વ્હાઇટ હાઉસે એક નિવેદનમા જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ બાઇડને આંતકવાદી સંગઠન હમાસ, હિજબુલ્લાહ અને હૈતી સહિત ઇરાનના તમામ જોખમો સામે ઇઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે. રાષ્ટ્રપતિ બાઇડને ગાઝા પટ્ટીમાં તણાવને ઓછો કરવાના પ્રયાસોના મહત્વ ઉપર પણ ભાર મૂક્યો હતો. દરમિયાન બુધવારે તહેરાનમાં હમાસના નેતા ઇસ્માઇલ હનિયેના મોત અને ઇરાનના સર્વોચ્ચ નેતા અયોતુલ્લા અલી ખામેનઈની ટિપ્પણી બાદ ઇઝરાયેલે કહ્યું છે કે તે કોઈ પણ પ્રકારના હુમલાનો સામનો કરવો તૈયાર છે.