અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 15 ઓગસ્ટના રોજ અલાસ્કામાં મુલાકાત કરશે. શ્રી ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કહ્યું કે તેઓ શ્રી પુતિન સાથે યુક્રેન યુદ્ધનો અંત લાવવાના પ્રયાસો અંગે ચર્ચા કરશે.ટ્રમ્પની આ જાહેરાત વ્હાઇટ હાઉસ દ્વારા આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે શાંતિ કરારની જાહેરાત કર્યાના થોડા કલાકો બાદ આવી, જેના વિશે શ્રી ટ્રમ્પે કહ્યું કે તેઓ વૈશ્વિક સંઘર્ષોના ઝડપી ઉકેલના પક્ષમાં છે.
Site Admin | ઓગસ્ટ 9, 2025 8:52 એ એમ (AM)
અમેરિકાના રાષ્ટ્રપતિ અને રશિયાના રાષ્ટ્રપતિ 15 ઓગસ્ટના રોજ અલાસ્કામાં મુલાકાત કરશે