ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 9, 2025 2:03 પી એમ(PM)

printer

અમેરિકાના રાષ્ટ્રપતિડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન પર લાદેલા ટેરિફનો આજથી  અમલ શરૂ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના લદાયેલો ટેરિફ આજથી  અમલમાં આવ્યા છે જેમાં ચીની આયાત પર 104 ટકાનો ટેરિફ પણ સામેલ છે. વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી છે કેનવુ ટેરિફ માળખું, રાષ્ટ્રપતિ ડોનાલ્ડટ્રમ્પ દ્વારા બેઇજિંગને અમેરિકન માલ પરના 34 ટકા ટેરિફ પાછા ખેંચવા માટે આપેલા અલ્ટીમેટમને કારણે છે.
ભારતથી આયાત પર ડોનાલ્ડ ટ્રમ્પના 26 ટકા ટેરિફ પણ આજે સંપૂર્ણ અમલમાં આવ્યા છે. ભારત ઉપરાંત, ટ્રમ્પે વિયેતનામ પર 46%, તાઇવાન પર 32%, દક્ષિણ કોરિયા પર 25%, જાપાન પર 24% અને યુરોપિયન યુનિયન પર 20% ટેરિફની જાહેરાત કરી હતી. ગોલ્ડમેન સૅક્સના મતે,ચીનના અર્થતંત્ર માટે તે એક મોટો ફટકો હોઈ શકે છે જે બેઇજિંગના વિકાસને 2.4 ટકા પોઈન્ટ ઘટાડી શકે છે.આ ટેરિફના અમલ બાદ હવે આ અઠવાડિયાની શરૂઆતમાં, યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયો અને વિદેશ મંત્રી એસ જયશંકરે ટેરિફ પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને પક્ષોએ વાજબી અને સંતુલિત વેપાર સંબંધો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી.