અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને પકડીને દેશમાંથી બહાર લઈ જવામાં આવ્યા છે. અમેરિકાએ આજે સવારે વેનેઝુએલા પર મોટો હુમલો કર્યો.
શ્રી ટ્રમ્પે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે આ હુમલો અમેરિકન કાયદા અમલીકરણ એજન્સીઓના સહયોગથી કરવામાં આવ્યો હતો. આજે સવારે વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં ઘણા મોટા વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. વેનેઝુએલાએ અમેરિકન સરકારની આકરી ટીકા કરી છે, તેના પર અત્યંત ગંભીર લશ્કરી આક્રમણનો આરોપ લગાવ્યો છે. દરમિયાન, કોલંબિયાના બોગોટામાં અમેરિકન દૂતાવાસે, એક નિવેદન બહાર પાડીને અમેરિકનોને વેનેઝુએલા અથવા તેની સરહદોની મુસાફરી ન કરવાની સલાહ આપી છે.
વેનેઝુએલાએ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે અને લશ્કરી આક્રમણની નિંદા કરી છે. તેણે તાત્કાલિક પુરાવા માંગ્યા છે કે નિકોલસ માદુરો અને તેમની પત્ની જીવિત છે. વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે તેમના દેશ પરના અમેરિકાના હુમલાઓની ચર્ચા કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તાત્કાલિક બેઠક બોલાવવાની હાકલ કરી છે. રશિયા, ઈરાન અને અન્ય ઘણા દેશોએ વેનેઝુએલા પરના અમેરિકાના લશ્કરી હુમલાની ટીકા કરી છે, તેને દેશની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું છે
દરમિયાન રશિયાના વિદેશ મંત્રાલયે વેનેઝુએલા સામે અમેરિકન સશસ્ત્ર આક્રમણની નિંદા કરી છે, આ કાર્યવાહીને યોગ્ય ઠેરવવા માટે આપવામાં આવેલા બહાના પાયાવિહોણા છે.
Site Admin | જાન્યુઆરી 3, 2026 7:47 પી એમ(PM)
અમેરિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને પકડીને દેશમાંથી બહાર લઈ જવામાં આવ્યા છે.