મિશિગનમાં એક ભૂતપૂર્વ યુએસ મરીન સૈનિકે મોર્મોન ચર્ચમાં પોતાનું વાહન અથડાવીને, અંધાધૂંધ ગોળીબાર કરીને ઇમારતને આગ ચાંપી દીધી, જેમાં ચાર લોકો માર્યા ગયા અને આઠ અન્ય ઘાયલ થયા.મિશિગનના બર્ટનના રહેવાસી થોમસ જેકબ સેનફોર્ડે આ ગોળીબાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું. તે ઇરાક યુદ્ધમાં પણ સામેલ હતો.પોલીસના જણાવ્યા અનુસાર ચર્ચામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પ્રાર્થના કરી રહ્યાં હતાં ત્યારે જ તેણે હુમલો કર્યો હતો.હુમલા દરમિયાન બે પીડિતોને ગોળી મારી દેવામાં આવી હતી, અને બળી ગયેલા ચર્ચના પાછળના ભાગમાંથી બે વધુ મૃતદેહ મળી આવ્યા હતા.હજુ પણ કેટલાંક લોકો ગુમ હોવાનું પોલીસ કહી રહી છે.જોકે હુમલાખોરને પોલીસે ઠાર કરી દીધો હતો.
Site Admin | સપ્ટેમ્બર 29, 2025 8:49 એ એમ (AM)
અમેરિકાના મિશિગનમાં એક પૂર્વ યુએસ મરીન સૈનિકે ચર્ચમાં અંધાધૂંધ ગોળીબાર કરીને ઇમારતને આગ ચાંપતા ચારના મોત
