ડિસેમ્બર 23, 2025 9:46 એ એમ (AM)

printer

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવું વિશાળકાય, યુદ્ધ જહાજ નિર્માણની યોજના જાહેર કરી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ગોલ્ડન ફ્લીટ’ના તેમના વિઝનના ભાગ રૂપે, અમેરિકન નેવી માટે નવું વિશાળકાય, યુદ્ધ જહાજ નિર્માણની યોજના જાહેર કરી છે.ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ જહાજ અત્યાર સુધી બનેલા કોઈપણ યુદ્ધ જહાજ કરતાં ઝડપી, મોટું અને ઘણું શક્તિશાળી હશે. તેમણે કહ્યું કે તે બીજા વિશ્વયુદ્ધના યુગના આયોવા-ક્લાસ યુદ્ધ જહાજો કરતાં મોટું હશે અને હાઇપર સોનિક મિસાઇલો, રેલ ગન અને લેસર શસ્ત્રોથી સજ્જ હશે.