ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 10, 2024 5:37 પી એમ(PM)

printer

અમેરિકાના પ્રમુખપદે ચૂંટ઼ાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન સાથે મુલાકાત કરશે

અમેરિકાના પ્રમુખપદે ચૂંટ઼ાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન સાથે મુલાકાત કરશે. વ્હાઇટ હાઉસ પ્રવક્તાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે આ બેઠક સ્થાનિક સમય અનુસાર સવારે 11 વાગ્યે યોજાશે.

સામાન્ય રીતે નવા ચૂંટાયેલા અને વર્તમાન રાષ્ટ્રપ્રમુખ વચ્ચેની આ બેઠક અમેરિકામાં સત્તાના શાંતિપૂર્ણ સ્થળાંતરને ચિહ્નિત કરવા માટે મહત્વની માનવામાં આવે છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે 2020ની ચૂંટણી બાદ જો બાઇડન સાથે આવી કોઈ બેઠક કરી ન હતી. ડોનાલ્ડ ટ્રમ્પ20 જાન્યુઆરીના રોજ રાષ્ટ્ર પ્રમુખનું પદ સંભાળશે. બીજી વાર રાષ્ટ્ર પ્રમુખ બનનારા તેઓ અમેરિકાના બીજા નેતા છે.