અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન – U.S.F.D.A.ના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કચેરીની મુલાકાત લીધી.દોઢ દાયકા અગાઉ ગુજરાત અને અમેરિકા વચ્ચે ગઠન થયેલા “F.D.C.A., Gujarat – U.S.F.D.A. Regulatory Forum” અન્વયે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. આ પ્રતિનિધિ મંડળને F.D.C.A.- ગુજરાતના કમિશનર H.G. કોશિયાએ રાજ્ય સરકારની મક્કમ કામગીરીથી અવગત કરાવ્યાપ્રતિનિધિ મંડળ દ્વારા ડ્રગ ટ્રાફીકીંગ, પ્રીક્ર્સર ઉત્પાદકોની માહિતી, ફાર્માસ્યુટીકલ્સમાંથી ગેરકાયદેસર રીતે નાર્કોટીક અને હેબીટ ફોર્મીંગ દવાઓના ઉત્પાદન અને દેશમાંથી અમેરિકામાં થતા નિકાસ અર્થે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
Site Admin | ઓગસ્ટ 13, 2025 9:57 એ એમ (AM)
અમેરિકાના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કચેરીની મુલાકાત લીધી