અમેરિકાના ગ્રામીણ એવા મધ્ય પેન્સિલવેનિયામાં ગઈકાલે સાંજે થયેલા ગોળીબારમાં અનેક પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા, જેમાં ઓછામાં ઓછા બેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. વેલસ્પેન યોર્ક હોસ્પિટલના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું કે, બે લોકોની હાલત ગંભીર છે. ગોળીબાર કરનાર શંકાસ્પદ વ્યક્તિનું મોત નીપજ્યું છે. પોલીસે આ ઘટનાની વધુ વિગતો જાહેર કરી નથી.અધિકારીઓ કોર્ટનો આદેશ આપી રહ્યા હતા ત્યારે ગોળીબાર થયો હોય તેવા પ્રાથમિક અહેવાલ છે. પેન્સિલવેનિયાના ગવર્નર જોશ શાપિરોએ જણાવ્યું કે, તેઓ ગોળીબારના સ્થળે ગયા હતા. યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, પોલીસ તેમજ તંત્ર ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 18, 2025 9:00 એ એમ (AM)
અમેરિકાના પેન્સિલવેનિયામાં ગઈકાલે સાંજે થયેલા ગોળીબારમાં અનેક પોલીસ અધિકારીઓ ઘાયલ
