નવેમ્બર 20, 2024 2:59 પી એમ(PM)

printer

અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સરકારનાં હેલ્થકેર પ્રોગ્રામ મેડિકલ એન્ડ મેડિકેર સર્વિસિસનાં વડા તરીકે મેહમેત ઓઝની નિયુક્તિની જાહેરાત કરી

અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૃધ્ધો અને જરૂરિયાતમંદો માટેનાં સરકારનાં હેલ્થકેર પ્રોગ્રામ મેડિકલ એન્ડ મેડિકેર સર્વિસિસનાં વડા તરીકે મેહમેત ઓઝની નિયુક્તિની જાહેરાત કરી છે. ફિઝિશિયન અને ટીવી પર્સનાલિટી ઓઝ સેન્ટર ફોર મેડિકેર એન્ડ મેડિકેઇડ સર્વિસિસ- CMS એડમિનિસ્ટ્રેશનનાં વડા તરીકે કાર્ય કરશે.
શ્રી ટ્રમ્પે જણાવ્યું હતું કે, ડોક્ટર ઓઝ નવનિયુક્ત હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસના વડા રોબર્ટ એફ કેનેડી જુનિયર સાથે કામ કરશે.