અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાના મંત્રીમંડળમાં પૂર્વ ડેમોક્રેટ તુલસી ગબાર્ડને રાષ્ટ્રીય ગુપ્તચર સંસ્થાનાં નિદેશક પદ માટે નિયુક્ત કર્યાં છે. ચાર વખતનાં સંસદ સભ્ય અને વર્ષ 2020માં રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવાર સુશ્રી ગબાર્ડ હાલમાં ડેમોક્રેટથી રિપબ્લિકનનાં સભ્ય બન્યાં છે.
શ્રી ટ્રમ્પે સાંસદ મેટ ગેટ્ઝને અમેરિકાનાં મહા ન્યાયવાદી તરીકે નિયુક્ત કર્યાં છે. અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખે સેનેટર માર્કો રૂબિયોને વિદેશમંત્રી નિયુક્ત કરવાની પણ જાહેરાત કરી છે. દરમિયાન રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડને સત્તાનાં શાંતિપૂર્ણ તબદીલીની પરંપરા અનુસાર ગઈકાલે રાત્રે વ્હાઈટ હાઉસના ઑવર કાર્યાલયમાં શ્રી ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું.
Site Admin | નવેમ્બર 14, 2024 2:00 પી એમ(PM) | ડૉનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાના મંત્રીમંડળમાં પૂર્વ ડેમોક્રેટ તુલસી ગબાર્ડને રાષ્ટ્રીય ગુપ્તચર સંસ્થાનાં નિદેશક પદ માટે નિયુક્ત કર્યાં
