યુરોપિયન યુનિયન દેશોના નેતાઓ આ ગુરુવારે એક આપાતકાલિન સમિટ યોજશે. યુરોપિયન કમિશનના પ્રવક્તા ઓલોફ ગિલે જણાવ્યું હતું કે, આ બેઠકમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ હસ્તગત કરવાની ઇચ્છા સાથે જોડાયેલા ટેરિફની અમેરિકાની ધમકીઓ પર ચર્ચા કરાશે.
તેમણે કહ્યું કે, ટેરિફ ધમકીઓ પર EU વોશિંગ્ટન સાથે તમામ સ્તરે વાતચીત કરી રહ્યું છે અને તેના આર્થિક હિતોનું રક્ષણ કરવા માટે દરેક શક્ય પગલાં લઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, જો ધમકીભર્યા ટેરિફ લાદવામાં આવે તો સંગઠન જવાબ આપવા માટે તૈયાર છે.
Site Admin | જાન્યુઆરી 20, 2026 1:49 પી એમ(PM)
અમેરિકાના ટેરિફની ધમકીના મામલે યુરોપિયન યુનિયને આપાતકાલીન બેઠક બોલાવી