અમેરિકાના, ટેક્સાસમાં અચાનક આવેલા પૂરમાં ઓછામાં ઓછા 43 લોકો માર્યા ગયા અને 27 બાળકો ગુમ થયા છે, મૃતકોમાં 15 બાળકોનો સમાવેશ થાય છે. શુક્રવારે વહેલી સવારે એક કલાકથી ઓછા સમયમાં ગુઆડાલુપે નદીનું સ્તર 26 ફૂટથી વધુ વહી ગયા હતા કેર કાઉન્ટીના અધિકારીઓએ જણાવ્યું નદી કિનારે આવેલા ખ્રિસ્તી યુવા શિબિરમાંથી 27 બાળકો ગુમ છે. મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 850 લોકોને બચાવી લેવામાં છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે આ પ્રદેશમાં વધુ વરસાદ પડી શકે છે અને સંભવિત રીતે વધુ પૂર આવી શકે છે. પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોબાઇલ હોમ્સ, સમર કેમ્પ અને કેમ્પિંગ સાઇટ્સનો સમાવેશ થાય છે, જ્યાં ઘણા લોકો 4 જુલાઈની રજા ઉજવવા ભેગા થયા હતા.દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ટેક્સાસમાં આવેલા વિનાશક પૂરમાં થયેલા જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં પોસ્ટમાં, શ્રી મોદીએ અમેરિકન સરકાર અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
Site Admin | જુલાઇ 6, 2025 9:21 એ એમ (AM)
અમેરિકાના ટેક્સાસમાં પૂરને કારણે 43 લોકોનાં મોત 27 બાળકો લાપતા