મુંબઈ સ્થિત અમેરિકાના કોન્સ્યુલ જનરલ માઈક હેન્કીએ ગઈ કાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં શ્રી હેન્કીએ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે અમેરિકાની સહભાગિતાનો ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ આ મુલાકાતમાં ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા ઉત્પાદન અને નિકાસમાં વૈશ્વિક કેન્દ્ર બનવાના ઉદ્દેશ્યમાં ગુજરાતની પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેમણે ફાર્મા, સેમિકન્ડક્ટર, પુનઃપ્રાપ્ય ઉર્જા સહિતના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતમાં રહેલી સંભાવનાઓની પણ ચર્ચા કરી હતી.
Site Admin | એપ્રિલ 25, 2025 9:38 એ એમ (AM)
અમેરિકાના કોન્સ્યુલ જનરલ માઈક હેન્કીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી
